વ્યાજે પૈસા લીધા બાદ મૂળ રકમથી વધુ નાણાં આપવા છતાં પણ પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

fir

copy image

copy image

મુંદ્રામાં વ્યાજે પૈસા લીધા બાદ મૂળ રકમથી વધુ નાણાં આપવા છતાં પણ પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે પરીન સમસુદીન ખોઝા દ્વારા મુંદ્રા પોલીસ મથકે આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર આરોપી પાસેથી ફરિયાદીના પતિએ વ્યાજે લીધેલાં રૂપિયા બે લાખ લીધા હતા, જેના વ્યાજ સહિત કુલ રૂા. 6,70,000 જેટલી રકમ ચૂકવ્યા છતાં ધાકધમકી આપવા સહિતની કનડગત કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.