ભચાઉના ચિરઈ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ
copy image

કચ્છના ભચાઉ ખાતે આવેલ ચિરઈ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગનો બનાવ ગત દિવસે એટલે કે, તા. 11 એપ્રિલ, 2025ના રોજ રાતના સમયે બની હતી. અહી મુંદ્રાથી દિલ્હી જતી આ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે સામખિયાળી ટોલ પ્લાઝા પાસેથી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરતાં તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હોવાથી આરતી ઈન્ડસ્ટ્રીઝની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી.સદભાગ્યે આ બનાવમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.