ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની ભવ્ય ઊજવણી

રાષ્ટ્રસંત ૫રમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી “અર્હમ યુવા સેવા ગ્રુપ” ના ગુરૂભકતો દ્વારા મહાવીર પ્રભુના ૨૬૨૩ ના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિતે ભુજના BSF-68 ના કમાન્ડન્ટશ્રી વિપિન પંથરી અને તેમના ધર્મપત્નિશ્રીમતિ પુજા પંથરી BSF-68 ના ૩૦૦ જવાનોની હાજરીમાં મહાવીર ભગવાનના અબોલ જીવ પ્રત્યેની કરૂણાનો ઉપદેશ સમજાવી નવકાર મંત્રના જપ થી શરૂઆત કરી પાણીનાં ૧૦૦ કુંડા, ચકલીઘર-૨૫૦ ચકલીના ફુડફીડર-૧૦૦ એમ કુલ ૪૫૦ નંગ BSF-68 કેમ્પસમાં વિતરણ કરી કેમ્પર પર આવેલા ઝાડો, કચેરીઓ, સ્ટાફકવાર્ટર, મંદિર ૫૨ તથા સમગ્ર કેમ્પસ પર પશુઓની સાતા વડે એ ભાવથી પ્રદાન કરવામાં આવ્યા છે. આ ચૈત્ર મહિનામાં ધોમધખતા તાપમાં કિડિ જેવા નાના જીવો માટે એમના આખા વર્ષ માટે કુલ ૧૦૮ સુકા શ્રીફળમાં કિડિયારું પુરી સાતા પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહાવિર જન્ય કલ્યાણ મહોત્સવ નિમિતે ગુણાંતીત ચોક પ્રમુખ સ્વામી નગર તથા આજુબાજુના વિસ્તારોમાં ૨૧ કિલ્લો પક્ષીઓના ચણ નું ગાયો માટે ૨૧ મણ લીલો ઘાસચારો વિતરણ કરવામાં આવ્યું અને જયુબિલી ગ્રાઉન્ડ ખાતે ધોમધખતા તાપમાં શ્રમજીવીઓ અને વટેમાર્ગુઓ માટે દ૨૨Mજ ૧૨૦ લીટર છાસ વિતરણ કરેલ જેનું ૩૦૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધેલ હતું. આમ મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે સેવાના પાંચ પ્રકલ્પો અહંમ યુવા સેવા ગ્રુપ ભુજ દ્વારા કરવામાં આવ્યા. આ કાર્યમાં પૂર્વી દીદી હેતલ દીદી, લબ્ધિ દીદી, યાશીદીદી, હર્ષદભાઈ, હિરેનભાઈઅ ધર્મેન્દ્રસિંહ, ઓજસભાઈ, કૃતાર્થભાઈ, તીર્થભાઈ, મિતુલભાઈ, હિમાંશુભાઈ, અમિતભાઈ, આશિતભાઈ, શીતલભાઈ, મોક્ષભાઈ સહયોગ મળ્યો હતો.