મુન્દ્રામાં 20 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

મુન્દ્રામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રાના ખારી વિસ્તારના હરસુખનગરમાં રહેતા વિજય કાળુ રાવળ નામના યુવાને ગત તા. 10/4ના રાતથી બીજા દિવસની બપોર સુધીના ગાળા દરમ્યાન કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બાદમાં વધુ તપાસ કરતાં હતભાગી માનસિક રીતે અસ્થિર હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.