રાપર વિધાનસભા કોંગ્રેસ પરીવાર દ્વારા ભારત બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૩૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધા સુમન અર્પણ કરાયા

રાપર વિધાનસભા વિસ્તારના રાપર શહેર મધ્યે આવેલ કોર્ટ રોડ પાસે આજ રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ ન્યાયમંત્રી ભારતીય બંધારણના પિતામહ તેમજ ભારત ગણરાજ્યના નિર્માતા સમાજસુધારક ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અપાઈ હતી.તે સમય દરમિયાન રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ રાજપૂત,રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી બાબુભાઈ ચૌધરી,રાપર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી અશોક રાઠોડ , રાપર નગરપાલિકા કોંગ્રેસના વોર્ડ નં.૫ કાઉન્સીલરશ્રી અરવિદભાઈ માલી , રાપર નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતાશ્રી દિનેશભાઈ ચ્ંદે ,ઈશ્વરલાલ સોની , ધનજીભાઈ ગોહિલ ,રામચંદ્ર સાધુ વગેરે કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.