છેલ્લા ૩૭ દિવસ થી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૩ જયુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે રમાઇ રહી છે

આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભાસ કરાવતી લોકપ્રિય રમત છેલ્લા ૩૭ દિવસ થી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૩ જયુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે રમાઇ રહી છે. પર૦ ટીમો થી વધુ રમાનાર આ મેચ રોમાંચ અને ઉત્સાહ થી ભરપુર છે અને બહોળી સંખ્યામાં ખેલ દર્શક ઉપસ્થિત રહી ખેલાડીઓ ને ઉત્સાહ અને આયોજકો-વ્યવસ્થાપકો ને અભિનંદન આપે છે.
આ સાથે તારીખ ૧૨/૦૪/૨૦૨૫ના આડત્રીસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ મેવક્રિસ ઇલેવન અને મેટ્રીક્સ ઈલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં મેટ્રિક્સ ઇલેવન ભુજ ની જીત થઇ હતી. બીજી મેચ દોસ્તી (ફ્યુઅર) ઇલેવન અને વિલ્સવી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં વિલ્સવી ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ એકતા ઇલેવન ઘાણેટી અને KNT આશાપુરા ઇલેવન કુકમા વચ્ચે રમાઇ હતી. જેમાં માં KNT આશાપુરા ઇલેવન કુકમા વિજેતા થઇ હતી. ચોથી મેચ કાદરી બી વાંત્રા ઇલેવન અને ગુજરાત ટાઇટન ઇલેવન અંજાર વચ્ચે રમાઇ જેમાં કાદરી બી ઇલેવન વાંત્રા ની જીત થઈ હતી. પાંચમી મેચ APMC ઇલેવન માંડવી અને રાઇટ ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં રાઇટ ઇલેવન ભુજ ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ નાડાપા ઇલેવન અને ભાઈજી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં નાડાપા ઇલેવન ટીમ ની જીત થઇ હતી. સાતમી મેચ સુપરકિંગ ઇલેવન સામખિયારી અને મામદ મોખા ઇલેવન કમાગુના વચ્ચે રમાઇ જેમાં સુપર કિંગ ઇલેવન સામખિયારી ટીમ ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ સાથે તારીખ ૧૩/૦૪/૨૦૨૫ના ઓગણચાલીસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ પ્રીમીયર પેન્થર ઇલેવન ભુજ અને આલ્ફા ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં પ્રીમીયર પેન્થર ઇલેવન ભુજ ની જીત થઇ હતી. બીજી મેચ RK ગ્રુપ ઇલેવન અને જીયાન્સ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં RK RK ગ્રુપ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ નીલ ઇલેવન લાકડીયા અને ભોજરડો ઇલેવન વચ્ચે રમાઇ જેમાં માં ભોજરડો ઇલેવન વિજેતા થઇ હતી. ચોથી મેચ ખત્રી ઇલેવન અંજાર અને ભાઇ ભાઇ ઇલેવન ભુજ વચ્ચે રમાઈ જેમાં ખત્રી ઈલેવન અંજાર ની જીત થઇ હતી. પાંચમી મેચ RV ઇલેવન આદિપુર અને શિવ શક્તિ ઇલેવન જડોદર વચ્ચે રમાઇ જેમાં શિવ શક્તિ ઇલેવન જડોદર ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ ધનુષ ઇલેવન પત્રી અને નરા વોરીયર્સ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં નરા વોરીયર્સ ઇલેવન ટીમ ની જીત થઈ હતી. સાતમી મેચ RK બ્રધર્સ ઇલેવન અટલનગર અને MS ઇલેવન ભુજ વચ્ચે રમાઈ જેમાં RK બ્રધર્સ ઇલેવન
અટલનગર ટીમ ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા દરરોજ સર્વશ્રી જુરી કમિટીના સભ્યો વિગેરે હાજર રહ્યા હતા.