ગાંધીધામમાં પોતાના ઘરની બહાર બેઠેલ યુવાન પર છરી વડે કરાયો હુમલો : ત્રણ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

ગાંધીધામમાં એક યુવાન પર છરી વડે હુમલો કરી દેવામાં આવતા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના મહેશ્વરીનગરમાં બનાવ બન્યો હતો. મજૂરીકામ કરતા અને મહેશ્વરીનગરમાં રહેતા પ્રેમજીભાઈ ખીમજીભાઇ મહેશ્વરી નામનો યુવાન ઘરની બહાર બેઠી હતો તે સમયે આરોપી ઈશમો ત્યાં આવેલ અને તારા ભાઈએ સાથે કેમ ઝઘડો કર્યો હતો તેમ કહીને આરોપી શખ્સે છરીથી તેના પર હુમલો કરી દીધો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા આ ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે આરોપી ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.