ગોધરા ગામથી ડોણ ગામ તરફ જતા માર્ગેથી ગેરકાયદે રેતી ભરેલ ટ્રેક્ટર કરાયું કબ્જે
copy image

માંડવી પોલીસ વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ગોધરા ગામથી ડોણ ગામ તરફ જતા ટ્રેક્ટરને અટકાવી તપાસ હાથ ધરતા આશરે દોઢ ટન રેતી અંગે ચાલકને પૂછતાછ કરતાં તે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. તેથી તમામ મુદ્દામાલ સહિત વાહન કબ્જે કરી ખાણ ખનિજ વિભાગે રિપોર્ટ કરી ટ્રેક્ટર આગળની કાર્યવાહી અર્થે માંડવી પોલીસને સોંપવામાં આવેલ હોવાની વિગતો સામે આવી છે.