પ્લોટમાં કમાવી દેવાની લાલચ આપી રૂા, 31.08 ની ઠગાઈ આંચરનાર ઈશમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

પ્લોટમાં કમાવી દેવાની લાલચ આપી રૂા, 31.08 ની ઠગાઈ આંચરનાર ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપર સોનાપુરી ખાતે રહેતા રવિ સી. બારીએ આ ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર આરોપી ઈશમે ફરિયાદીને દોઢેક વર્ષ પૂર્વે વિશ્વાસમાં લીધો હતો. પ્લોટ પાડવાના હોઇ આમાં ફાયદો થશે તેવી લાલચ આપ્યા બાદ તેમની પાસેથી 15.25 લાખ તેમજ સાહેદના રૂા. 15.83 લાખ એમ કુલ રૂા, 31.08 પડાવી લઈ ઠગાઈ આંચરી હતી. આ મામલે પોલીસે આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધૂ તપાસ આરંભી છે.