વરસામેડીની એક સોસાયટીમાંથી 28,500ની ચોરીનો મામલો સપાટી પર

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીની એક સોસાયટીમાંથી 28,500ની ચોરી થયા નો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીની ક્રિષ્નાપાર્ક-01 સોસાયટીમાં ગત તા.2/4થી તા. 11/4 સુધીના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. આ છોટી અંગે હરેશ ઉર્ફે કાવ્યા કાનજીભાઈ માતંગએ અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ અનુસાર તસ્કરો ફરિયાદીની મકાનની સાઈડ ઉપરથી ઈલેક્ટ્રિક મોટર કિં. રૂા.2500, લોખંડના સળિયાનાં ચાર બંડલ કિં. રૂા.16 હજાર તેમજ અન્યોના ઘરમાંથી ઈલેક્ટ્રિક મોટર કિં. રૂા.2500, બે ગેસનાં સિલિન્ડર રૂા.5 હજાર, ઈલેક્ટ્રિક મોટર કિં. રૂા. 2500 વગેરે મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.