ડેમમાંથી ભેંસો કાઢવા ગયેલ યુવાનનું ડૂબી જતાં મોત
copy image

નખત્રાણા તાલુકાના તલવાંઢ-છારી-ફુલાયનો 20 વર્ષીય યુવાનનું ડેમમાંથી ભેંસો કાઢવા જતાં કોઈ કારણે પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સવારના અરસામાં અરસામાં સાંભડા ગામની ઉત્તર બાજુ દોઢેક કિ.મી. દૂર દૂધિયાવાળા ડેમમાં પાણીમાં ગયેલી ભેંસોને લાદીન ભસરિયા જત નામનો યુવાન લાદીન કાઢવા જતાં તે ડેમમાં પડી ગયો હતો. ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયેલ આ યુવાનને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.