ચોપડવામાં 65 વર્ષીય વૃદ્ધે દવા પી જતાં મોત

copy image

copy image

copy image
copy image

  ભચાઉ ખાતે આવેલ ચોપડવામાં 65 વર્ષીય વૃદ્ધે કોઈ અકળ કારણોસર  દવા પી જતાં મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ ચોપડવામાં રહેતા  ભરમલભાઇ પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર તેમને દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં તેમને તુરંત સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં તેમનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.