ભચાઉમાં કસ્ટમ ચાર રસ્તા પર તાતિંગ પાઇપ ભરેલું ટ્રેઈલર પલટી જતાં રાહદારીઓ ઘાયલ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભચાઉમાં કસ્ટમ ચાર રસ્તા પર સવારના અરસામાં તાતિંગ પાઇપ ભરેલું ટ્રેઈલર પલટી ગયેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રવિવારે સામખિયાળી બાજુથી આવતું મહાકાય ટ્રેઈલર વાગડ વેલ્ફેર હોસ્પિટલના સર્વિસ રોડથી બ્રિજ પસાર કરતી વખતે પલટી મારી જતાં લોખંડના ચોરસ અને લંબાઈ ધરાવતા ભારેખમ પાઇપો રસ્તા પર ફંગોળાયા હતા. આ બનાવમાં નજીક ઊભેલી કાર અને તેના ચાલક પાઇપ નીચે દબાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા. સર્જાયેલ અકસ્માતમાં લોખંડનો જથ્થો બ્રિજ નીચે પાર્ક કરેલી બોલેરો કાર ઉપર પડતાં કાર બહાર પરિચિતની રાહ જોઇને ઊભેલા તેના ચાલકના બન્ને પગ લોખંડના પાઇપ નીચે આવી જતાં ચગદાઈ ગયા હતા. બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.