કચ્છ જીલ્લા ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરાયું

બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતીએ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ભુજ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના સંયુક્ત ઉપક્રમે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ સહિતના આયામો હાથ ધરાયા હતા.

તા. ૬ એપ્રિલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપક રીતે પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત અગાઉથી જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે ડો. આંબેડકરની પ્રતિમાને હારારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ડો. બાબાસાહેબની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ જ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને ભુજ શહેર ભાજપ દ્વારા ટાઉનહોલ પાસે આવેલી તેમની પ્રતિમાને સ્વચ્છ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રતિમાની ગરિમા અનુસાર યોગ્ય સફાઈ કરાયા બાદ સાંજે ખાસ દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડા સહિત અનેક મહાનુભાવો, કાર્યકરોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આંબેડકર જયંતીના આજના દિવસે સવારે ફરી જિલ્લા ભાજપના નેજા હેઠળ ડો. આંબેડકર સાહેબની પ્રતિમા પાસે કાર્યકરો બહોળી સંખ્યામાં એકત્ર થઈ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા સહિતના અગ્રણીઓ દ્વારા ડો. આંબડેકરજીની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. ભાજપના કાર્યકરો દ્વારા પણ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ હતી. પુષ્પાંજલિના કાર્યક્રમ બાદ સંવિધાનની આમુખનું વાંચન કરાયું હતું.
હારારોપણ બાદ પક્ષના કાર્યકરો સાથે એ જ સ્થળે યોજાયેલી બેઠકમાં મુખ્ય વક્તા પંકજભાઈ મહેતાએ બંધારણના આમુખ વિશે કાર્યકરોને માહિતગાર કર્યા હતા. તેમણે આજે ભારતનું વિશ્વની સૌથી મોટી અને સફળ લોકશાહીનું હાર્દ એવા દેશના સંવિધાન માટે ડો. આંબેડકરજીના યોગદાન માટે આજે દેશ ગૌરવ અનુભવે છે તેવું કહ્યું હતું.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ ભારતનું બંધારણ કેટલું મજબૂત છે અને સફળ લોકશાહીનો એ પાયો હોવાનું જણાવતા કહ્યું હતું કે બંધારણનું સાચું સન્માન અને બાબા સાહેબની યથાર્થ ગરિમા અને ગૌરવ મોદી સાહેબે જાળવ્યું છે. કોંગ્રેસે હંમેશા બાબા સાહેબના ચરિત્રને અન્યાય જ કર્યો છે એટલે કોંગ્રેસને આજે સંવિધાન કે બાબાસાહેબ વિશે વાત કરવાનો કોઈ અધિકાર જ નથી

કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે ડો. આંબેડકરનાં જન્મદિવસે દેશ આખો તેમને નમન કરે છે ત્યારે આજે આપણે સૌ પણ તેમના યોગદાનને વંદન કરી યાદ કરીએ તેવું કહ્યું હતું તેમજ પ્રત્યેક કાર્યકરને બાબા સાહેબના જીવન કવન માંથી પ્રેરણા લેવા હાકલ કરી હતી.

ધારાસભ્ય કેશુભાઈ પટેલે ડો. બી. આર. આંબેડકર દ્વારા ગઠિત બંધારણના મજબૂત પાયા માટે સમગ્ર દેશમાં ડો. આંબેડકારજીનું ઉચિત સન્માન થઈ રહ્યું છે તેમાં આપણે પણ જોડાઈને ગૌરવ લઈ શકીએ તેવું કહ્યું હતું.

આ પ્રસંગે વિશેષ કાર્યક્રમના ભાગરૂપે ભુજના વોર્ડ 3 સ્થિત આવેલી એક આંગણવાડી ખાતે સાંસદ, જીલ્લા અધ્યક્ષ સહિતના પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં કુપોષિત બાળકોને ચોકલેટ વિતરણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના તમામે તમામ બુથ ઉપર ડો. બાબાસાહેબ આંબેડકરની છબીનું વિતરણ કરી તેમની પ્રતિમાને હારારોપણ કરી અને બંધારણના આમુખના વાંચનનો કાર્યક્રમ યોજાયો હતો. આ રીતે સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લામાં ડો. આંબેડકરજીની જન્મજયંતીએ સામૂહિક કાર્યક્રમો હાથ ધરાયા હતા.

સમગ્ર કાર્યક્રમ દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રાપર વિભાગના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપના હોદેદારો જયંતભાઇ માધાપરીયા, પચાણભાઈ સંજોટ, શીતલભાઈ શાહ, પ્રફુલ્લસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, અનુસૂચિત મોરચા અધ્યક્ષ અશોકભાઈ હાથી, માવજીભાઈ ગુંસાઈ, શહેર એકમના હોદેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અનુસૂચિત મોરચાના મહામંત્રી પ્રેમજીભાઈ માંગેરિયાએ આમુખનું વાંચન કર્યું હતું જ્યારે અન્ય મહામંત્રી રવિભાઈ ગરવાએ આભારવિધિ કરી હોવાનું જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.