આદિપુર વિસ્તા૨માં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને બે મોટર સાયકલ સાથે પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કો૨ડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી મિલક્ત સબંધી તેમજ વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ અને ગુનાહિત પ્રવુતિ કરતા આરોપીઓ ઉપર જરૂરી વોચ રાખવા સારૂ સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂ૨ી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને વાહનચોરીના ગુનાઓ ડીટેક્ટ ક૨વા સુચના આપેલ હોય જે બાબતે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દ૨મ્યાન મળેલ બાતમી હકિકત આધારે કંડલા સ્પેશીયલ ઇકોનોમિક ઝોનની પાછળના ભાગે આવેલ બાવળ ની ઝાડી પાસેથી બે ઇસમોને નંબર પ્લેટ વગર ના મોટરસાઈકલો સાથે પકડી પાડી બન્નેની પુછપરછ ક૨તા બન્ને મો.સા. છેલ્લા ત્રણ મહીનાની અંદર આદિપુર મુંદ્રા સર્કલ પાસે આવેલ એક સોસાયટી માંથી તેમજ ગાંધીધામ લીલાશાહ સર્કલ પાસે થી ચોરી કરેલાની હકિકત જણાવેલ જેથી ઉપરોક્ત મો.સા. ચોરી બાબતે તપાસ કરતા આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય ઉપ૨ોક્ત કામે બી.એન.એન.એસ.કલમ-૧૦૬,૩૫(૨)(ઈ) હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપીઓ ::
(૧) ઇમ્તિયાઝ હનીફ ચાવડા ઉ.વ.૧૯ ૨હે-કબ્રસ્તાન પાસે કિડાણા તા-ગાંધીધામ
(૨) ક્રિપાલસિંહ નારણસિંહ જાડેજા ઉ.વ.૧૮ ૨હે-ગાયત્રી સોસાયટી કિડાણા તા.ગાંધીધામ
:: શોધાયેલ ગુનો ::
આદિપુર પોલીસ સ્ટેશન ગુના ૨જી નંબ૨-૧૧૯૯૩૦૦૨૨૫૦૦૩૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ-30૩(૨) મુજબ
:: કબ્જે કરેલ મુદામાલ ::
(૧) સ્પલેન્ડ૨ પ્લસ મો.સા. એનજીન નંબર HA10AGH5K05852 કિ.રૂ.૨૦,000/-
(૨) સ્પલેન્ડર પ્લસ મો.સા. ચેસીસ નંબર MBLHAW124N5C11783 કિ.રૂ.30,000/-
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.