જીલ્લા ખાતે ખાલી રહેલ જીઆરડી/એસઆરડી/મહિલા સભ્યોની ભરતી પ્રક્રિયા હાલ પુરતી મોકુફ રાખવામાં આવી
સંદર્ભ:- અત્રેની કચેરીના પત્ર ક્રમાંક.જીઆરડી/ભરતી પ્રકીયા/અહેવાલ/૪૭૮/૨૦૨૫, તા.૦૮/૦૪/૨૦૨૫ અન્વયે.
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે માનદ વેતન ધરાવતા હંગામી જીઆરડી એસઆરડી/મહિલા સભ્યોની ખાલી રહેલ જગ્યા પર ભરતી કરવા અર્થે ભરવામાં આવેલ ઉમેદવારીપત્રકો કુલ ૧૩૮૯ પુરુષ તથા ૧૮૫ મહિલાઓની નિયત કરવામાં આવેલ માપદંડ મુજબ શારિરીક કસોટીમાં પુરુષો અર્થે દોડ-૧૬૦૦ મીટર તથા મહિલા અર્થે દોડ-૮૦૦ મીટરનું આયોજન તા.૧૫/૦૪/૨૦૨૫ થી ૨૧/૦૪/૨૦૨૫ સુધી રાખવામાં આવેલ હતુ પરંતુ આગામી દિવસોમાં હીટવેવની આગાહીના કારણે ઉમેદવારોની સલામતી ધ્યાનમાં લેતા જીઆરડી/એસઆરડી/મહિલા સભ્યોની ભરતી હાલ પુરતી મોકુફ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં નવી તારીખ સમય અને સ્થળ નક્કી થયેથી ઉમેદવારોને જાણ કરવામાં આવશે.