ગાંધીધામ બજાર વિસ્તારમા આવેલ રીટ્રીટ સ્પામા સ્પાની આડમા થતી ગે.કા.પ્રવૃતીનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી ક૨તી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.રાજગોર સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પો.સ્ટે. વિસ્તારમા આવેલ સ્પા/હોટેલમા જણાઈ આવતી દેહ વ્યાપારની પ્રવૃતી રોકવા કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે. વિસ્તારમાં સ્પાની આડમા થતી ગે.કા. પ્રવૃતી શોધવા સુચના તથા માર્ગદર્શન આપી સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવેલ હોય જે આધારે રીટ્રીટ સ્પા ભાઈપ્રતાપ સર્કલ ગાંધીધામ ખાતેથી સ્પા સેન્ટરમા સ્પાની આડમા મહિલાઓ પાસે દેહવ્યાપારનો ધંધો કરાવવાની ગેરકાયદેસર પ્રવૃતી જણાઈ આવતા ધી ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ ૧૯૫૬ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.

:: આરોપી::

રાજુભાઈ બાબુભાઈ ઢીલા ઉ.વ.૪૨ રહે.પ્લોટ નં.૩૪૦ વોર્ડ નં.03/એ આદિપુર મુળ રહે.ડગારા તા.ભુજ.

:: દાખલ કરેલ ગુન્હો::

ગાંધીધામ એ ડિવી.પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૬૨૫૦૪૩૮/૨૦૨૫ ધી ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ ૧૯૫૬ ની કલમ-૩,૪,૫,૭ મુજબ.