નખત્રાણાના બિબરના સીમ વિસ્તારમાં વીજ ટાવર પર તાર કાપી આશરે 50 હજારનું નુકશાન કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

નખત્રાણા ખાતે આવેલ બિબરના સીમ વિસ્તારમાં વીજ ટાવર પર તાર કાપી આશરે 50 હજારનું નુકશાન કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે ગઈ કાલે કે. પી. એનર્જી લિ. કંપનીના સિનિયર મેનેજર જયનીશભાઈ સોમૈયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જે અનુસાર ગત તા. 12ના રાત્રીના સમયે તેમને કંપનીના ઈદ્રીશભાઈ સમેજાએ ફોન દ્વારા જણાવેલ કે, બીબરની સીમમાં આપણી કંપનીનો વાયર કપાયો છે. આ અંગે જાણ થતાં ઘટના સ્થળ જઈ તપાસ કરતાં અજાણ્યા ઈશમોએ તાર કાપી 50 હજારનું નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.