ભારત-પાકિસ્તાનની સરહદ ઓળંગીને ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે વાગડ પંથકમાં ભારત-પાકિસ્તાનની સરહદ ઓળંગીને ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ આરંભી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમે ભારત-પાકિસ્તાનની સીમા ઉપર પિલર નંબર 992/5-એસ પાસેથી ઘૂસણખોરી કરી હતી. બાદમાં બી.એસ.એફ.એ ગત તા. 26/1/25ના ઘૂસણખોરી કરતા પકડી પાડયો હતો. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.