કેરા ગામે ચોરીને અંજામ આપે તે પહેલા ચોરીના રીઢા આરોપીઓને પકડી અગાઉ બળદીયા ગામમાં NRI ના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદામાલ કુલ કીં.રૂ.૧૩,૫૫,૦૦૦/-સાથે આરોપીઓને પકડી પાડતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓની સુચના અને માર્ગદર્શન આધારે મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા મિલ્કત સંબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઇ

જે આધારે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં નાઇટ પેટ્રોલીંગમાં નીકળનાર તમામ અધિકારી/કર્મચારીઓને અસરકારક રીતે નાઇટ રાઉન્ડ ફરવા અને શંકાસ્પદ ઇસમો મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સુચન કરેલ હોય જે સંબંધે શ્રી એસ.એમ.રાણા પોલીસ ઇન્સ્પેકટરનાઓની રાહબરી તથા માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ. જીજ્ઞેશભાઇ અશારી તથા પો. હેડ કોન્સ. મહેશભાઈ વાળાનાઓ નાઇટ પેટ્રોલીંગમાં હોય જે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન કેરા ગામે ઘોડા સર્કલ પાસે આવતા નીચે મુજબના ત્રણ ઇસમો રાત્રી દરમ્યાન ફોર વ્હીલ કારમાં શંકાસ્પદ હીલચાલ સાથે માલુમ પડતા ત્રણેય ઇસમો તથા તેઓના કબ્જાની સ્વીફટ કાર ચેક કરતા ઘરફોડ ચોરી કરવાના સાધનો સાથે મળી આવતા અને કોઇ કોગ્નીઝીબલ મિલ્કત સંબંધી ગુન્હો કરવાની તૈયારી સાથે મળી આવેલ હોય જે આરોપીઓ વિરૂધ્ધમાં માનકુવા પો. સ્ટે. પાર્ટ બી ગુરનં૨૨૫/૨૦૨૫ જી.પી.એકટ કલમ ૧૨૨(એ), ૧૨૨(ડી) મુજબનો ગન્હો દાખલ કરવામાં આવેલ જે પકડાયેલ આરોપીઓની પો. ઇન્સ. શ્રી એસ.એમ. રાણાનાઓની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડની ટીમે યુકિત-પ્રયુકિતથી અલગ-અલગ વ્યકિતગત રીતે પુછ-પરછ કરતા ત્રણેય આરોપીઓએ સાથે મળી કેરા ગામમાં જે કોઇ બંધ મકાન મળી આવે તે બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરવાની તૈયારીમાં હોવાનુ તથા આજથી બે-અઢી માસ પુર્વે બળદીયા ગામમાં NRI ના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરેલ હોવાનું જણાવતા જે આધારે હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી ખાત્રી કરતા તેમજ પકડાયેલ આરોપીઓની વધુ ઘનિષ્ઠ પુછ-પરછ કરતા પકડાયેલ આરોપીઓ ભાંગી પડેલ અને બળદીયા ગામમાં NRI ના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરેલ અને તેમાંથી રોકડ રકમ મોબાઇલ ફોન વિગેરે વસ્તુઓની ચોરી કરેલ તેમજ આ ઘરફોડ ચોરીમાં ઉપરોકત ત્રણેય આરોપીઓ સાથે અન્ય એક આરોપી બનુભા તેજમાલજી જાડેજા રહે.કોટડા(જડોદર) તા.નખત્રાણાવાળા સાથે મળી ઉપરોકત ઘરફોડ ચોરીને અંજામ આપેલની કબુલાત આપેલ હોવાનું જણાવતા હોય સદર ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપવા સમયે ઉપયોગમાં લીધેલ વાહનો તથા અન્ય સાધન-સામગ્રી તેમજ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી રીકવર થયેલ મુદામાલ મળી કુલ કિં.રૂ.૧૩,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી-

(૧) અજીતસિંહ ઉર્ફે અજુભા ચનુભા જાડેજા ઉવ.૪૨ રહે.બાપુનગર, દરગાહની બાજુમાં, બારોઈ રોડ, મુંદરા મુળ

રહેવાસી-ગામ- કોટડા (જડોદર) તા. નખત્રાણા

(૨) આશીફ ઇશાક થોડીયા ઉવ.૩૦ રહે.ગામ- નાના કાદીયા તા.નખત્રાણા

(૩) હનીફ આદમ જાગોરા ઉવ.૨૮ રહે ગામ-કોટડા (જડોદર) તા.નખત્રાણા

પકડવાના બાકી આરોપી:-

(૪) બનુભા તેજમાલજી જાડેજા રહે. ગામ-કોટડા (જડોદર) તા. નખત્રાણા

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસઃ-

(૧) અજીતસિંહ ઉર્ફે અજુભા ચનુભા જાડેજા રહે. મુળ ગામ-કોટડા(જડોદર) તા.નખત્રાણા

નખત્રાણા પો. સ્ટે. ગુરનું ૩૩૫/૨૧ ઇ.પી.કો. કલમ ૧૮૮ શા એપેડમીક એકટ ક.૩

-નખત્રાણા પો. સ્ટે. ગુસ્સે ૭૫૪/૨૨ ઇ.પી.કો કવમ ૩૮૦, ૪૫૪, ૪૫૭

નખત્રાણા પો. સ્ટે. નૂરને ૩૮૭/રેસ પ્રોહી ગમ ૬૫(એ) (ઈ)

માનકુવા પો. સ્ટે. ગુરનં ૩૯૯/૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪)

(૨) આશીફ ઈશાક થોડીયા ઉવ ૩૦ રહે.ગામ- નાના કાદીયા તા.નખત્રાણા

નખત્રાણા પો રહે ગુસ્સે ૧૭૮/૨૧ જુધા કલય ૧૨

નખત્રાણા પો રદે ચુસ્સે ૨૨૬/૨૧ જ ધા લય ૧૨

નખત્રાણા પો. સ્ટે. ગુરુ-ï૪૧૯/૨૨ જુધા કલમ ૧૨

નખત્રાણા પો. સ્ટે. ગુરૂસ્કે ૧૧૧૫/૨૨ જુ.ધા કવમ ૧૨

માનકુવા પો. સ્ટે. ગુરર્ન ૨૩૪/૨૪ ઈ.પી.કો. કશ્મ ૩૦૪(અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮ વિ.

(૩) હનીફ આદમ જાગોરા ઉવ.૨૮ રહે.ગામ-કોટડા (જડોદર) તા. નખત્રાણા

નખત્રાણા પો. સ્ટે. ગુસ્સે ૧૭૮/૨૧ જુધા કલમ ૧૨

નખત્રાણા પો. સ્ટે. ગુરનું ૨૨૬/૨૧ જુધા. કલમ ૧૨

(૪) બનુભા તેજમાલજી જાડેજા રહે.કોટડા(જડોદર) તા.નખત્રાણા (પકડવાનો બાકી)

નખત્રાણા પો. સ્ટે. ગુરન. ૬૮૭/૨૦ જૂધા. કલમ ૧૨

નખત્રાણા પો. સ્ટે. ગુરુનું ૭૮૭/૨૨ પ્રોહી કલમ ૬૫(એ), ૬૫(૪)

નખત્રાણા પો. સ્ટે. ગુરૂં. ૭૫૪/૨૨ ઈ.પી.સે કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭

માનકુવા પો. સ્ટે. ગુરનં ૩૯૯/૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ),૩૩૧(3), 331(૪)

ગુનાના કામે ઉપયોગ કરેલ સાધનો/વાહનોઃ-

(૧) મારુતી સ્વીફટ કાર કી.રૂ.૮,૦૦,૦૦૦/-

(૨) મારુતી સ્વીફટ વીડીઆઇ કાર કીં.રૂ.૪,૦૦,૦૦૦/-

(૩) હોન્ડા એચ. એફ મો.સા કી.રૂ.૪૦,૦૦૦/-

(૪) હીરો હોન્ડા પેશન મો.સા. કી.રૂ.૩૦,૦૦૦/-

(૫) અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ.૧૫,૦૦૦/-

(૬) લોખંડની ટામી, પકડ, લોખંડના પાના, ટાંકણું, ડીસમીસ કીં.રૂ.૦૦/૦૦

એમ કુલ કીં.રૂ.૧૨,૮૫,૦૦૦/-

શોધી કાઢેલ ગુનો-

માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુરનં ૩૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૩૧(૨), ૩૩૧(૩), ૩૩૧(૪);

ગુનાના કામે રીકવર કરેલ મુદામાલ-

રોકડા રુપિયા ૭૦,૦૦૦/-

આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.રાણાનાઓની રાહબરી હેઠળ પો. સબ ઇન્સ. શ્રી એ.એન.ઘાસુરા તથા એ એસ.આઇ. જીલેશભાઇ અસારી, ઉપેન્દ્રસિંહ રાણા તથા પો. હેડ કોન્સ મહેશભાઈ વાળા, અશોકભાઈ ડાભી, વિનોદજી ઠાકોર, જયપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ, કીરણભાઈ પુરોહીત તથા આ.સો.ડ્રાઇવર કીશોરસિંહ સોઢા તથા જી.આર.ડી. સભ્ય ઇમરાન ખલીફાનાઓ જોડાયેલ હતા.