“પ્રણવ સોની” નામે ખોટી ફેસબુક ID બનાવી સોનાના ખોટા બિસ્કિટના ફોટા મૂકી સસ્તા સોનાની લાલચે લોકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરનાર ભુજના શખ્સને પોલીસે દબોચ્યો


ભુજના અરમાન અજડીયાએ “પ્રણવ સોની” નામે ખોટી ફેસબુક ID બનાવી. માર્કેટ પ્લેસ પેજ પર સોનાના ખોટા બિસ્કિટના ફોટા મૂકી, રકમ લખી તેમજ પોતાના મોબાઇલ નંબર લખીને પ્રણવ સોની નામનુ ખોટુ નામ ધારણ કરી લોકોને ફોન પર સસ્તુ સોનુ લેવાની અલગ અલગ લાલચો આપી તેઓને ભુજ મધ્યે બોલાવી સસ્તુ સોનુ આપવાના બહાને અન્ય આરોપીઓ સાથે મળીને લોકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતા હોઇ જેથી આવી લાલચમાં કોઇ વ્યક્તિએ આવવુ નહી . આ આરોપીને હાલ પશ્ચિમ કચ્છ પોલીસે પકડી પાડેલ હોય, સદર આરોપીએ કોઇ અન્ય જોડે આવી રીતે ફ્રોર્ડ કરેલ હોય અથવા અન્ય કોઇ ગુના સાથે સંકળાયેલ હોય તો પોલીસને જાણ કરો.