ગાંધીધામના ગળપાદર નજીક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

fire on car

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર નજીક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારનાં મેઘપર બોરીચી મંગલમ રેસિડેન્સીમાં રહેનાર શિવમ પવનકુમાર ગોયલ નામનો યુવાન પોતાની કાર લઇને જઇ રહ્યો હતો. તે ગળપાદરના હોન્ડા શોરૂમ નજીક પહોંચ્યો હતો તે સમયે અચાનક તેની કારમાં આગ લાગી હતી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ એન્જિન, બેટરી, વાયરિંગ વગેરે સળગી જતાં બનાવમાં રૂા. ચાર લાખની નુકસાની થઈએ હોવાનુ સામે આવ્યું છે. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈએ નથી.આ મામલે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.