તાલુકાના સરહદી વિસ્તાર મોટા બાંધાની નદીમાં ગેરકાયદે થતી રેતીચોરીનો મામલો સપાટી પર : એલસીબીએ વાહનો કર્યા કબ્જે

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે તાલુકાના સરહદી વિસ્તાર મોટા બાંધાની નદીમાં ગેરકાયદે થતી રેતીચોરીનો મામલો સામે આવ્યો છે. જેમાં નદીમાં ગેરકાયદે થતી રેતીચોરી એલસીબીએ ઝડપી પાડી છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતાં મોટા બાંધાના નદી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. અહી ગેરકાયદેસર રીતે રેતી નું ખનન ચાલી રહ્યું હતું. ત્યારે લોડર ચાલક અને ટ્રેક્ટર ચાલક પાસે આ અંગે રોયલટી પાસ-પરમીટ માગતાં તેઓ રજૂ કરી શક્યા ન હતા. પોલીસે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન નવ લાખના બે વાહન કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.