આત્મહત્યા કે અકસ્માત..? જવાહરનગરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

body

copy image

copy image

ગાંધીધામના જવાહરનગરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જવાહરનગરના ઓ.પી. ઈન્ટરનેશનલ ટિમ્બરમાં રહી કામ કરનાર 55 વર્ષીય ધનેશ બર્મન અમૃતલાલ બર્મન  નામના આધેડ મકાનના ત્રીજા માળે હતા, ત્યાંથી કોઈ કારણોસર નીચે પટકાયા હતા. આ બનાવમાં આધેડનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ આત્મહત્યાનો હતો કે પછી અકસ્માત તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.