કબીર સાહેબના ૧૬માં વંશજની ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા

વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ ૧૬માં વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હજુર ઉદીતમુની નામ સાહેબ કબીર ધર્મનગર દામાખેડા જીલ્લા-બલૌઠા બજાર છતીસગઠથી સંપૂર્ણ ભારત વર્ષની નવોદય યાત્રાના આયોજન અંતર્ગત ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા સદગુરૂ કબીર ધર્મદાસ વંશાવલી અભિયાન એટલે કે કે.ડી.વી.મિશનના તત્વાઘાનમાં સંપન્ન થઈ રહી છે. “સદગુરુ કબીર નવોદય યાત્રા ગુજરાત – 2025” નો છેલ્લો દિવસ અને સમાપન સમારોહ 16 એપ્રિલ 2025- બુધવારના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ, વસ્ત્રાલ, અમદાવાદ (ગુજરાત) ખાતે યોજાશે. આ અંગે મહંત પર્વતદાસ (કે.ડી.વી.મિશનના રાષ્ટ્રીય પ્રવક્તા), મહંત રામદાસ (રાજ્ય પ્રતિનિધિ ગુજરાત, કે.ડી.વી. મિશન) એ માહિતી અર્પિત કરી હતી.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ