ભુજ તાલુકાના પાયરકા પ્રા. શાળામાં ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ


ભુજ તાલુકાના પાયરકા પ્રા. શાળામાં બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની બાળાઓ સાચી રમેશ હિંગણા, અને નેન્સી માવજી હિંગણાએ ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વીશે વ્યક્ત આપ્યો હતો. શાળાના શિક્ષક વછરાજભાઈ જેપાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા શિક્ષણ કીટ વિતરણ કરાયું હતું વિદ્યાર્થીઓએ બાબા સાહેબના આપેલા સૂત્રો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના નારા લગાવ્યા હતા સાથે જય ભીમ જય ભારત જય સંવિધાન ના પણ નારા લગાવીને બાબા સાહેબના બતાવેલા માર્ગપર ચાલવાનું સંકલ્પ કર્યો હતો