કચ્છમાં ગરમીનો પ્રકોપ : ભુજ શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું

copy image

કચ્છ જિલ્લામાં દિન પ્રતિ દિન ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે જિલ્લા મથક ભુજ શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હોવાનું સામે છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દિવસ દરમિયાન ફૂંકાતા ગરમ પવનના કારણે લોકોને લૂ નો સામનો કરવો પડી રહ્યો છે. કંડલા એરપોર્ટ વિસ્તારમાં પણ રાજ્યની સરખામણીમાં સૌથી વધુ ગરમ હોવાનું સામે આવ્યું છે. સખત તાપની તીવ્રતાએ લોકોની દૈનિક જીવનશૈલીને પ્રભાવિત કરી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 17 સુધી યલો એલર્ટ જારી કરી દેવાયું છે.