અંજારના ભીમાસર નજીકથી એક ટ્રેઇલરચાલકને બંધક બનાવ્યા બાદ લૂંટ મચાવી ધાક ધમકી કરવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

fir

copy image

copy image

અંજાર તાલુકાના ભીમાસર નજીકથી એક ટ્રેઇલરચાલકને બંધક બનાવ્યા બાદ લૂંટ મચાવી ધાક ધમકી કરવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપરમાં રહી શિવાય એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવનાર ફરિયાદી ભરત વાલજી વારોત્રા દ્વારા આ બનાવ અંગે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે, જે અનુસાર ફરિયાદીનો ચાલક નસીફખાન ટ્રક લઇને ભીમાસરની ઇન્ડિયન કંપનીમાં માલ ખાલી કરવા આવ્યો હતો ત્યાંથી બહાર નીકળતા ચોબારીનો એક આરોપી તથા ત્રણ અજાણ્યા શખ્સ કાર લઇ આવી ચાલક પાસેથી ગાડીની ચાવી ઝૂંટવી લઇ તેને માર માર્યો હતો ઉપરાંત કારમાં બેસાડી રાખી એક શખ્સ ટ્રકને ભચાઉ મુરલીધર પંપે લઇ ગયો હતો તેમજ નસીફખાનને પણ ત્યાં લઇ જવાયો હતો. આ બનાવ અંગે ફરિયાદીને જાણ થતાં તેને આરોપીને ફોન કરતાં રૂપિયા લઇને આવો અને ગાડી લઇ જાઓ તેવી ધમકી આપી હતી. આ મામલે પોલીસે આરોપી ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.