મુંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી અને દસ્તાવેજ-ગાડી પડાવવાના ચકચારી કેસમાં આરોપીના જામીન મંજૂર
મુંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી અને દસ્તાવેજ-ગાડી પડાવવાના ચકચારી બનેલા એવા કેસમાં સંડોવાયેલ આરોપી ઈશમના જામીન મંજૂર થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી અને દસ્તાવેજ-ગાડી પડાવવાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સોને રૂા. 25,000ના જામીન અને તેટલી રકમના જાતમુચરકાથી શરતોને આધીન જામીન મંજૂર કરાયા હતા.