ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક નોખાણીયા ફિલ્ડ બટ ઉપર ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે
ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી નોખાણીયા ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે તા.૨૨, ૨૪, ૨૫, ૨૮, ૩૦ એપ્રિલ, ૨૦૨૫ અને તા.૦૨, ૦૫, ૦૭, ૧૪, ૧૬, ૨૧, ૨૩, ૨૮, ૩૦ મે, ૨૦૨૫ના રોજ ભુજ એરફોર્સના સ્પેશિયલ ફોર્સ ૬૦૭ ગરૂડ ફ્લાઈટમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી/કર્મચારી જવાનો માટે સ્મોલ આર્મ્સ અને સ્નીપર ફાયરિંગ પ્રેક્ટીસ યોજવામાં આવનારી છે.
જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
અંજના ભટ્ટી