ગાંધીધામના કંડલામાં ટેન્કરના ચાલકોએ વાહનોમાંથી કુલ રૂા. 32,200નું એરંડાનું તેલ કાઢી સ્થાનિક શખ્સને વેચી મારતાં છ વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ કંડલામાં ટેન્કરના ચાલકોએ પોતાના વાહનોમાંથી કુલ રૂા. 32,200નું એરંડાનું તેલ કાઢી સ્થાનિક શખ્સને વેચી મારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેસાણાના કડી ખાતે આવેલી એમ.કે. પ્રોટિન્સ કંપની દ્વારા પોતાના છ ટેન્કરમાં એફ.એસ.જી. કેસ્ટર ઓઇલ  કંડલાની સનસાઇન લિક્વિડ પ્રા. લિમિટેડમાં મોકલાવ્યું હતું. આ છ ટેન્કરના ચાલકો કંડલા ખાતે એજીસ કંપની સામે આવેલ પાર્કિંગમાં ઊભા રહ્યા હતા અને 10, 20 અને 70 કિલો એમ કરીને કુલ રૂા. 32,200નું 230 કિલો તેલ વાહનોમાંથી કાઢી ત્યાં ઊભેલ અન્ય ટેન્કરમાં ચાલકો ભરી રહ્યા હતા. તે સમયે  એન.કે. પ્રોટિન્સ કંપનીની વિજિલન્સની ટીમે આ છ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ તમામ ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.