અંજારના ખેડોઇની વાડીમાંથી 2.57 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
copy image

અંજાર ખાતે આવેલ ખેડોઇની વાડીમાંથી 2.57 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર-મુંદરા ધોરીમાર્ગ નજીક ખેડોઇ ગામની સીમમાં દાદા કૃપા ફાર્મ નામની વાડીમાં દારૂ સંતાડીને રાખવામા આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી કુલ રૂા. 2,57,339ના દારૂ સાથે એક શખ્સની અટક કરી હતી. આ દારૂ ક્યાંથી અને કોણે મોકલાવ્યો હતો તે બહાર આવ્યું નથી. પોલીસે અહીથી તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.