માંડવી ખાતે આવેલ કોજોચોરા ફાટક નજીક ગેરકાયદે રીતે બોક્સાઇડ ભરેલી બે ટ્રક ઝડપાઈ
copy image
માંડવી ખાતે આવેલ કોજોચોરા ફાટક નજીક ગેરકાયદે રીતે બોક્સાઇડ ભરેલી બે ટ્રક ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલ.સી.બી.એ વાહન તલાસી દરમ્યાન ગેરકાયદે રીતે બોક્સાઇડ (ખનિજ) ભરેલી બે ટ્રક ઝડપી કાર્યવાહી કરી હતી. એલ.સી.બી.ની ટીમ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન તલાસીમાં હતી તે દરમ્યાન કોજાચોરા ફાટક નજીકથી 7-7 ટન બોક્સાઇડ ભરેલી બે ટ્રક ઊભી રખાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ટ્રકના ચાલકો પાસે આ અંગે રોયલ્ટી માગતા તે રજૂ કરી શક્યા ન હતા. તેથી તમામ વાહનો કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.