અમદાવાદના ખોખરા વિસ્તારમાં કપડાઓની દુકાનમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

ખોખરા અનુપમ સિનેમા શરણમ – 5 માર્કેટના 5 મા માળે આવેલી કપડાની દુકાનમાં ગુરુવારે બપોરે આગ લાગી હતી. જોત જોતામાં 5 મા માળની મોટા ભાગની દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારી અને કર્મચારીઓ 15 કરતાં પણ વધારે વાહનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ