માનકૂવા પોલીસ વિસ્તારમાંથી ગેરકાયદે રીતે ભરેલી ટ્રક ઝડપાઈ
copy image
માનકૂવા પોલીસ વિસ્તારમાંથી ગેરકાયદે રીતે ભરેલી ટ્રક ઝડપાઈ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ માનકૂવા પોલીસ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન મખણા સુમરાસર જત રોડ પર માઇની દરગાહ નજીક ટ્રક ભરેલી રેતીની રોયલ્ટી અંગે ચાલક પાસે પૂછતાછ કરતાં તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસે ટ્રક સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.