ભચાઉમાંથી જાહેરમાં મોબાઈલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની થઈ ધરપકડ

boy-play-video-game-on-mobile-phone-png

copy image

copy image

  ભચાઉમાંથી જાહેરમાં મોબાઈલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા ઈશમને પોલીસે દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,   ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેનાર ધીરેન મહેન્દ્ર ઠક્કર નામનો શખ્સ મહારાણા પ્રતાપ ગેટ પાસે આવેલ મહાદેવ સ્વીટ નામની દુકાન બહાર આવેલ ઓટલા પાસે ઊભો રહી મોબાઈલમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમી  રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને રંગી હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી મોબાઈલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.