કચ્છના ભચાઉ અને સામખિયાળી વચ્ચે એક યુવાન આઠ શખ્સોનો હુમલો

copy image

copy image

 કચ્છના ભચાઉ અને સામખિયાળી વચ્ચે ગુરુકૃપા હોટેલ નજીક એક યુવાન આઠ શખ્સોએ હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/4ના રોજ ભચાઉના મદીનાનગરમાં રહેનાર ફરિયાદી મયુદિન ગફુર કુંભાર નામનો યુવાન વોંધ ખાતે ગેબનશા પીરના મેળામાં વીડિયોગ્રાફી અર્થે ગયેલ હતો. કામ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પોતાના મિત્રો સાથે તે પરત ઘરે જઈ રહ્યો હતો. તે સમયે ગુરુકૃપા હોટેલ પાસે પહોંચતા આરોપી ઈશમો ત્યાં પહેલાથી હાજર હતા જેને ફરિયાદીને રોકાવ્યો હતો અને બાદમાં ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.