ભુજનાં મોડસરની વાડીમાં પાણીની મોટર ચાલુ કરવા જતી વેળાએ વીજ શોક લાગતાં પ્રૌઢનું મોત
copy image

ભુજનાં મોડસરની વાડીમાં પાણીની મોટર ચાલુ કરવા જતી વેળાએ વીજ શોક લાગતાં 62 વર્ષીય પ્રૌઢ રાણાભાઈ રઘાભાઈ ગાગલનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં મોડસરમાં રહેતા પ્રૌઢ રાણાભાઈ આજે સવારે વાડીએ આવેલી ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા જઈ રહ્યા હતા તે દરમ્યાન તેમને જોરદાર વીજ શોક લાગ્યો હતો. બનાવને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પધ્ધર પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળને વધુ તપાસ આદરી છે.