અંજારમાં 18 વર્ષીય યુવતીએ પાડોશીના ઘરમાં કર્યો આપઘાત

sus

copy image

copy image

અંજાર  ખાતે આવેલ રામદેવ નગરમાં 18 વર્ષીય યુવતીએ પાડોશીના પતરાના મકાનમાં ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના રામદેવ નગર વિસ્તારમાં ગત સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો.  અહીં રહેનાર નેહલ કોળી નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પાડોશમાં આવેલા પતરાના મકાનમાં જઇ પતરાના શેડમાં એંગલમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈએ આપઘાત કરી લીધો છે. આ યુવતીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.