કિડાણામાં 35 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો : પ્રાથમિક તપાસમાં કુદરતી રીતે મોત થયું હોવાનું સામે આવ્યું

copy image

કિડાણામાં 35 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કિડાણામાં રહેનાર મિતુલ પટેલ નામના યુવાન મૃતદેહ મળી આવેલ હતો. અહીંની સોમૈયા સોસાયટી નજીક રોડ પર આ યુવાન મળી આવ્યો હતો, તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ યુવાનનું કુદરતી રીતે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે આગની વધુ તપાસ આદરી છે.