મીઠીરોહર સીમ મહાલક્ષ્મી ગોડાઉન નજીક ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

આરોપીનું નામ:-હનિફ ઇબ્રાહિમ સંઘાર રહે-મીઠીરોહર તા-ગાંધીધામ

ગુનાહિત ઇતિહાસ:- રાયોટિગ,મારામારી જેવા શરીર સબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશન ગુનાઓ નોંધાયેલ છે.

ડિમોલેશન નું સ્થળ:- મીઠીરોહર સીમ મહાલક્ષ્મી ગોડાઉન (એચ.કે.) ની બાજુમાં જી.આઇ.ડી.સી રોડ પર, તા-ગાંધીધામ

વિગત:- પોતાની સુખ સાયબી માટે
મીઠીરોહર સીમ મહાલક્ષ્મી ગોડાઉન (એચ.કે.), જી.આઇ.ડી.સી રોડ પર ની બાજુમાં રહેલ સરકારી પ્લોટમાં ૧૫૦૦ ચોરસ ફુટમાં ગેરકાયદેસર દિવાલ નો વરંડો બનાવી તેની અંદર રહેણાંક માટે ચાર જેટલી રૂમો બનાવી તથા બાથરૂમ બનાવી પાકો બાંધકામ કરી ગેરકાયદેસર કબ્જો કરેલ હતો જે દબાણ આજરોજ તોડાવી હાલના જંત્રી ભાવ પ્રમાણે રૂ. ૨૭,૩૦,૦૦૦/- જેટલી કિંમત ની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાવેલ છે.