“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના બ્રાસના બુચ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, ઇકબાલ ઓરસ કુંભાર રહે કુંભાર ફળીયુ ખાવડા તા.ભુજ વાળો જે ખાવડા પાસે આવેલ સોલારીસ કેમી. ટેક કંપનીમાં કામ કરે છે જે તેના મળતીયા સાથે મળી કંપનીમાંથી અલગ અલગ નવા પાર્ટસ અયુબ ઇબ્રાહીમ કુંભાર નાઓને આપવા માટે ગયેલ છે અને તે બધા હાલે તળાવની બાજુમાં નવાવાસ ખાવડા ગામ ખાતે આવેલ અયુબ કુંભારના રહેણાક મકાને હાજર છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સદર (૧) અયુબ ઇબ્રાહીમ કુંભાર (૨) ઇકબાલ ઓરસ કુંભાર (૩) અનવર તૈયબ સમા વાળાઓ મળી આવેલ અને મજકુર ઇસમોના કબ્જામાંથી બ્રાસના બુચ નંગ ૦૫ મળી આવેલ જે બાબતે મજકુર ઇસમો પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુર ઇસમોએ કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમોની પુછપરછ કરતા જણાવેલ કે, ઇકબાલ ઓરસ કુંભાર તથા અનવર તૈયબ સમા બન્ને એ જણાવેલ કે અમે બન્ને ખાવડા પાસે આવેલ સોલારીસ કેમી. ટેક કંપનીમાં કામ કરીયે છીયે જેમા અમારુ કામ પંમ્પ મેન્ટેન્સ કરવા માટે નું છે અને અમે તે મેન્ટેનસ માટે વપરાતા આ બ્રાસના બૂચ જે અમારે પમ્પમાં વાપરવાના હોય તે વધારાના પાર્ટસ કંપની માંથી અમે બન્ને બહાર લાવી તેના વેચાણ માટે અયુબ ઇબ્રાહીમ કુંભારને આપાતા હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ

  • બ્રાસના બુચ નંગ ૦૫ આશરે વજન આશરે ૪૦ કી.ગ્રા. કુલ્લે કી.રૂ. ૧૮,૦૦૦/-
  • પકડાયેલ ઇસમ

અયુબ ઇબ્રાહીમ કુંભાર ઉ.વ. ૪૫ રહે. નવાવાસ તળાવની બાજુમાં ખાવડા

  • ઇકબાલ ઓરસ કુંભાર (મારા) ઉ.વ. ૩૨ ધંધો રહે. કુંભારવાસ ખાવડા તા. ભુજ

અનવર તૈયબ સમા ઉ.વ. ૩૪ રહે. લાખાવાંઢ મોટા દિનારા તા. ભુજ