કચ્છના તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્માને 5 વર્ષની કેદ : ACB કેસની સજા ભોગવ્યા બાદ આ સજાનો અમલ કરાશે
copy image

આરોપી પ્રદીપકુમાર એન.શર્માને હાલ પશ્ચિમ કચ્છ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 06/2014 સેશન્સ કેસ નં. 192/2017ના કેસમાં નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી 5 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ ઉપરોક્ત 5 વર્ષની સજાની અમલ શરૂ કરવા હુકમ કર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા કરાશે. આ કામે રાજ્ય સરકાર સી.આઇ.ડી.ક્રાઇમ, એજન્સીના પ્રોસીકયુશન તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એચ.બી.જાડેજા હાજર રહી દલીલો રજૂ કરી હતી.