નખત્રાણાના નખત્રાણા મોટા, વિરાણીમોટી, કોટડાજડોદર, દેશલપર અને રતાડીયા ગામની રોડની બાજુના સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરાયા

તા.૧૭ મી એપ્રિલ ૨૦૨૫ના રોજ નખત્રાણા તાલુકાના નખત્રાણા મોટા, વિરાણીમોટી, કોટડા જડોદર, દેશલપર(ગું) અને રતાડીયા ગામના દબાણ હટાવવામાં આવેલ. જે પૈકી નખત્રાણા મોટા ગામના વિરાણી રોડ પરના ૩ (ત્રણ), વિરાણીમોટી ગામના રોડ પરના ર(બે), કોટડાજડોદર ગામના ભુજ-લખપત હાઇવે પરના ૮ (આઠ), દેશલપર ગુંથલી રોડ ગામના ભુજ-લખપત હાઇવે પરના ૧ (એક) તથા રતાડીયા ગામના ભુજ-લખપત હાઇવે પરના ર(બે) એમ કુલ-૧૭ (સત્તર) સરકારી પડતર જમીન થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો દુર કરવામા આવેલ. આ કામગીરી અંતર્ગત શ્રી બી.આર.શાહ, મામલતદાર નખત્રાણા ધ્વારા કુલ-૧૬ દબાણકારોને જ.મ.કા.ક-૨૦૨ હેઠળ દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ તથા માર્ગ અને મકાન પેટા વિભાગ, નખત્રાણા ધ્વારા ૧(એક) દબાણકારને નોટીસ આપવામાં આવેલ. જે ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો આજરોજ તા.૧૭/૪/૨૦૨૫ ના રોજ જિલ્લા કલેકટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી, નખત્રાણા શ્રી સુરજ સુથાર, મામલતદારશ્રી બી.આર.શાહ, પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવણા તથા તેમની પોલીસ ટીમ, સર્કલ ઓફીસર શ્રી ફરેશ આર.આમના તથા હિતેશ આઇ.ચૌહાણ તથા અન્ય કચેરીના સ્ટાફ, પી.જી.વી.સી.એલ. સ્ટાફની હાજરીમાં દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે કાર્યવારી હેઠળ નખત્રાણામોટા, વિરાણીમોટી, કોટડા જડોદર, દેશલપર (ગું) અને રતાડીયા ગામના કુલ -૧૭ (સત્તર) કોમર્શીયલ દબાણો દુર કરવામાં આવેલ. આ કામગીરી બાદ કુલ અંદાજીત ૯૯૧૦ ચો.મી. જમીન જેની જંત્રી મુજબની અંદાજીત કીમત રૂા.૧,૬૦,૦૪,૨૦૦/- અંકે રૂપીયા એક કરોડ સાઇઠ લાખ ચાર હજાર બસો પુરા થાય છે તે જમીન દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી.