ચેક પરત ફરવાના કેસમાં ભુજના શખ્સને એક વર્ષની કેદ
copy image

ચેક પરત ફરવાના કેસમાં ભુજના શખ્સને એક વર્ષની કેદની કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી આદમ ખમુ કુંભારે આરોપી ઈરફાન અબ્દુલ મિત્રી પાસેથી મકાન બાંધકામનો પેટા કોન્ટ્રાક્ટ મેળવી બાંધકામ પૂર્ણ કરી આપતા આ બાંધકામનાં લેણા પેટે રૂા. 1.20 લાખનો ચેક આપેલ હતો. જે ચેક પરત ફરતા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ ચૂકવી આપવા અને જો ચેકની રકમ ન ચૂકવે તો વધુ બે માસની સજાનો આદેશ કર્યો છે.