ચેક પરત ફરવાના કેસમાં નારાણપરનો શખ્સ એક વર્ષ માટે જેલના હવાલે

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં નારાણપરના દિનેશ કાનજી પિંડોરિયાને એક વર્ષની કેદ ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી હરિકૃષ્ણ પેટ્રોલિયમના ભાગીદાર જિજ્ઞેશ કૈલાસભાઈ પટેલના પેટ્રોલપંપ પરથી આરોપીએ ડીઝલ પુરાવ્યાના લેણા પેટે રૂા. 3,39,899નો આપેલા ચેક પરત થતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ ચૂકવી આપવા અને આ રકમ જમા ન કરાવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો છે..