કનૈયાબેથી આગળના બે પેટ્રોલ પંપમાંથી રૂા. 1.25  લાખની તસ્કરી

fir

copy image

copy image

  ભુજ-ભચાઉના ધોરીમાર્ગ પરના કનૈયાબેથી આગળના બે પેટ્રોલ પંપમાંથી રૂા. 1.25  લાખની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 10 અને 11 તથા 13/4ના રાતના અરસામાં આ ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવના ફરિયાદી એવા મહાદેવભાઈની દેખરેખ હેઠળના કનૈયાબેથી આગળના પેટ્રોલ પંપની ઓફિસના ખાનામાંથી રોકડા રૂા. 1.10 લાખ તથા સાહેદ રાજેશ હરિ ડાંગરના નાયરા પેટ્રોલ પંપમાંથી રોકડા રૂા. 1પ હજાર એમ કુલે રૂા. 1.25 લાખની કોઈ ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.