અમિયા નજીક આવેલ ઉગમસિંહ ભાટીના સ્થાનકે તૃતીય વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

લખપત તાલુકાના છેવાડે અમીયા ગામથી અંદાજિત ત્રણેક કિલોમીટરના અંતરે ડુંગર ની ટેકરી પર આવેલ સંત પૂજ્ય ઉગમસિંહ ભાટી મૂર્તિ પ્રતિષ્ઠાનો આરાધીવાણી, હોમ હવનની ધાર્મિક વિધિ તેમજ મહાપ્રસાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સેવકણ તેમજ અનુયાયો ઉપસ્થિત રહ્યા હતા અમિયા ગામથી અંદાજિત ત્રણેક કિલોમીટરના અંતરે પૂર્વ દિશામાં ડુંગરની ટેકરી પર આવેલ સંત ઉગમસિંહ ભાટીના ધૂણા ખાતે એક દિવસીય તૃતીય વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી સેવકગણ તેમજ દાતાઓના સહયોગથી નિર્માણ પામેલા સત્સંગ હોલ ખાતે વહેલી સવારથી જ આરાધીવાણી સાથે હોમહવનની ધાર્મિક વિધિ યજ્ઞના આચાર્ય શંકરલાલ ડી જોશી મેઘપર વાળાએ ગણપતિપૂજન,માતૃકા પૂજન,ધ્વજા રોહણ તેમજ સંત ઉગમસિંહ ભાટી મૂર્તિ પૂજન, શ્રીફળ હોમ સહિતની ધાર્મિક વિધિ કરાવ્યા બાદ બપોરે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં યોજાયેલા એક દિવસીય પાટોત્સવ ઉજવણીના કાર્યક્રમમાં ઉગમસિંહ ભાટી ધુણાના મહંત રાજનગીરીબાપુ, ખાનાય ટેકરીના પૂ. રહેવાનાથ બાપુ, બાલક શ્લોકનાથ બાપુ, મોહન મહારાજ કટેશ્વર, ભીમજીદાદા ભાડરા, તેમજ દેવશી ભોપા મેઘપર સહિતના સંતો સાથે અમિયા,ખટિયા, જુનાચાય, લાખાપર,મેઘપર,દયાપર,સાંયરા, મુધાન,ગુનેરી,અટડા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં સેવકો તેમજ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા આયોજન વ્યવસ્થા ઉગમસિંહ ભાટી સેવા સમિતિના સભ્યો દ્વારા સંભાળવામાં આવી હતી ઉગમસિંહ ભાટી ધુણાના સ્થાનકે 10 વર્ષથી આરાધીવાણીની પરંપરા અત્રે ઉલ્લેખનીય છે કે ઉગમસિંહ ભાટીના ધુણા ખાતે દર મહિને વદ બીજના રાત્રે આરાધીવાણી તેમજ સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહે છે અહીં યોજાયેલા એક દિવસીય ધાર્મિક વાર્ષિક પાટોત્સવની ઉજવણી પ્રસંગે વહેલી સવારથી બપોર સુધી અલગ અલગ ગામોના સેવકો દ્વારા આરાધીવાણીનો કાર્યક્રમ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.