ગાંધીધામના મીઠીરોહરમાં આવેલા વેરહાઉસમાં  આગ ભભૂકી ઉઠી : 1.14 કરોડના ચોખા બળીને થયા ભશ્મ

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં આવેલા વેરહાઉસમાં  આગ ભભૂકી ઉઠતાં કરોડોનો માલ બળીને ભશ્મ થયો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા.16/4ના  સવારના અરસામાં રાજદેવ વેરહાઉસ ગોડાઉન નં.9માં જેમાં મહાકાલ શિપિંગે ગોડાઉનમાં મૂકેલા  જશમેર ફુડના 100 ટન ચોખા કિ. રૂા. 85 લાખ, આઈ.ટી.સી લિમિટેડ નોન બાસમતી ચોખા 70 ટન આશરે 2700 બેગ કિ. રૂા. 24 લાખ  તથા ગોડાઉનમાં  પડેલા ચોખા ભરવાની ખાલી બેગ એક લાખ  વગેરે મુદ્દામાલ બળીને ભશ્મ થયો હતો. વધુમાં માહિતી મળી રહી છે કે આ બનાવમાં કુલ 1.14 કરોડના ચોખા બળીને ખાખ થયા છે.