ભુજના બળદિયા ગામે મિનારાયણ મંદિરમાં સહજાનંદ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા ને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવ ઉજવાયો

ભુજ તાલુકાના બળદિયા ગામે ઉપલાવાસ ના સ્વામિનારાયણ મંદિરમાં સહજાનંદ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા ને 50 વર્ષ પૂર્ણ થતા ચાલી રહેલ સહજાનંદ સુવર્ણ મહોત્સવ નિમિત્તે તારીખ 20/4/ 2025 ના રોજ સાંજે પાંચ કલાકે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું જેમાં 24 ગામની મંડળી સાથે બેન્ડ પાર્ટી તેમજ બળદ ગાડાઑ એ આકર્ષણ જમાવ્યું હતું તો આ શોભાયાત્રામાં ગામ તેમજ 24 એ ગામના હરિભક્તો તેમજ વિદેશથી પધારેલા હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા